પોસ્ટ્સ

Pachha Valta

         મારી વાર્તા “સંપેતરું”  માં મેં જે ભાવનાઓની વાત કરી છે ,  એના પરથી આ કવિતા લખી છે . આજે સૌનું જીવન બહું  વ્યસ્ત છે તેથી  સૌની લાગણીઓ પણ પરિસ્તીથી પ્રમાણે બદલાતી રહે છે , પરંતુ જે લોકો વિદેશ ગયાં હોય છે  ,  તેઓ જાણે ટાઈમ કેપ્સ્યુલમાં કેદ થઈ ગયા હોય છે . એમનું મન એમને એજ હૂંફની લાલસામાં  પાછું લાવ્યું  હોય છે .                                          પાછા  વળતા…….   આજીવિકા શોધવા ગયેલો વાનર પાછો વળ્યો,  મંદ મંદ મલકાતો ઘેર જવા ઉતાવળો,  વિચારતો, કેવું સુંદર એ લીલુંછમ ઝાડ મારું ! ,  વર્ષો એના પર ટીંગાટા મારા ભાઈ ભાંડુ,  હવે ફરી સાથે મળીને ખૂબ આનંદ માણશું,  પાસેના તળાવમાં ,મસ્ત થઈ  ડુબકી લગાવશું,    ફરી કુદશું એ જાણીતી વડવાઈઓમાં,  હુંફ પામશું એક બીજાના સાદા સંવાદોમાં,  ત્યાં દેખાયો દરવાજો મોટો , ઘેર પહોંચતા,  વાનર  માને , હમણાં આવશે બધા એને ખ...

varsaad

                                            વરસાદ ક્યારેક ગડગડાટ તો ક્યારેક સુસવાટ એટલે વરસાદ, આકાશને જ્યારે ફુટે હેતનાં ફુવારા એટલે વરસાદ, તરસતી ધરતીની સંતોષાતી તૃષ્ણા એટલે વરસાદ, પોતાના જ  રંગોથી ખેલાતી પાંદડાંઓની ધુળેટી એટલે વરસાદ, બે છબછબીયાં કરતાં બુટ ને નીતરતો રેઈન્કોટએટલે વરસાદ, કાદવ, કાદવ એ પેન્ટ અને તણાંતા ટ્રેનના પાટા એટલે વરસાદ, થાકી ગયેલી ટ્રેનોનું વેકેશન અને ગાડીનો જકુઝી એટલે વરસાદ, મરીનડ્રાઇવ પર મોટરસાઇકલની સવારી એટલે વરસાદ , ઉડી જતી છત્રીએ કરેલી છેડછાડ એટલે વરસાદ , અરબી સમુદ્રની ઉજાણી એટલે વરસાદ,  ગરમ ચા અને પ્રેમગીતો વગાડતો રેડિયો એટલે વરસાદ, ભજિયાં, સમોસાં અને પાઉંવડાની ઘરાકી એટલે વરસાદ, માખીઓની પંગત અને હવાયેલી દિવાસળી એટલે વરસાદ, ભીના છાપાં પર  થતી અક્ષરોની જુગલબંદીએટલે વરસાદ , ગાડીની હેડલાઇટમાં તનકતારાનો ભાસ એટલે વરસાદ , છાપરાંનીચે આંખો મીંચી રાહ...

ફરિયાદ - Fariyaad

     વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ  કરીને કૃષ્ણને વધાવવાનો.   માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે ,  ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય .   ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે  “ જમના જળમ...

પંખી- Pankhi

કવિ કલાપીની રચના ,  “ તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો “  સ્કુલમાં વાંચી હશે .  એનાથી પે્રીત થઈને લખેલી મારી  જુની કવિતા,                           પંખી.                       તે પંખીની ઉપર પથરો ફેંકતા,  નહી ફેંકાયો ,  ઘણું કર્યું છતાં હાથ નહીં લંબાયો ,  હૃદય એનું હતું પણ વેદના મારી હતી ,  પંખી પણ મારું મનભાવતું હતું .  પંખી , તે મિત્ર તારી મૈત્રીનું છે ,  શંકાનો કઠોર પથરો છે,  મનનું સમાધાન તો થતાં થાત ,                                       પણ જીગરજાન મૈત્રીનું પંખી                                                              ઉડી  જાત  . રચન...

કચોરી- Kachori

        દરેક દરિયાને જેમ કિનારો હોય જ એમ આખા ભારતમાં બજાર કે નાની ગલીઓમાં એક તો ફરસાણની દુકાન હોય જ . આ દુકાન જ ખાવાના રસિયાઓનો કિનારો. શિયાળાનું ઊંધીયું , ચોમાસાના ભજિયા કે રવિવારની  સવારના  જલેબી ગાંઠિયાના શોખને પુરી કરતી ફરસાણવાળાની દુકાનો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે.  વારે તહેવારે, જન્મદિવસ કે જમણવારમાં, પરિણામ જાહેર થવાના દિવસે કે રોજ સાંજની ભૂખ સંતોષવા માટે આપણે ત્યાં દોડી જઈએ છીએ .  કોઈએ નિરીક્ષણ કર્યું હોય કે નહિ,  પણ આવતા જતા એના  કાચના કબાટમાં પર્વતોની જેમ સજાવેલી સમોસાની હારમાળા કે બુંદીના લાડુનો મધપૂડો જેવા  પકવાન જોઈ જોઈને જ આપણે મોટા થયા . મહેમાન આવ્યા હોય તો તરત ફરસાણની દુકાને દોડી જવું , મહેમાનના બહાને ઘરના લોકોને પણ ઉજાણી થાય.  અમુકવાર તો પોતાના જ પરિસરમાં આવેલો  ફરસાણવાળો ચડીયાતો એવી દલીલો પણ થાય. સાવ સાધારણ જેવી લાગતી આ દુકાનોમાં જે વ્યાપારના સિદ્ધાંતો શીખવા  મળે એ શીખવા  તમારે હજારો લાખો રુપિયા ખરચવા પડે. કોઈ નક્કી સંખ્યાના ખરીદદાર નહી છતા રોજ રોજ નવું ઉત્પાદન , વેંચાણ અને વકરો. એક એક દુ...

ફોન - કવિતા , Phone-Kavita

હવે બધું  બહું જ અનુભવવાનું ,  હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો ,  શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના. આખી દુનિયા ફોનમાં આવે,  સાથે  સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.     એક ઘડી સેન્સેટિવ થવાનું,  બીજી  ઘડી   ફોન કહે " પેલું ફોર્મ ભર".  ફોન નચાવે એમ નાચવાનું,  ઉઠાડે પણ એ જ , સુવાડે પણ એ જ,  મિનિટે મિનિટે હસાવે સહેજ.  હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,  કોઈ કોમેન્ટ કરે કે ન કર,  એ સુધા ન સહન થવાનું. ભાવ બધા છે  કેદ  ફોનમાં,  હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.  ફોન ચમત્કારથી ઓછો નથી,  સાથ ,સંગાથ ,સલાહ ,સુચન  હવે કોઈની જરૂર નથી.  જીવન જીવવાની બધી માહિતી  અહીં મળશે,         અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે.  નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું   હેડફોન રહે જેમ હેડ પર.  એમ આઈસ ની સામે રહે આઈફોન  એલિયન કેટલા સ્માર્ટ,  આ સવાલ આવે ફરીને,  એલિયનની જેમ સ્માર્ટ બનાવે  એલીયનેટ કરીને.  પ...