ફરિયાદ - Fariyaad
વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ કરીને કૃષ્ણને વધાવવાનો. માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે , ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય . ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે “ જમના જળમ...