ફોન - કવિતા , Phone-Kavita
હવે બધું બહું જ અનુભવવાનું , હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો , શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના. આખી દુનિયા ફોનમાં આવે, સાથે સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે. એક ઘડી સેન્સેટિવ થવાનું, બીજી ઘડી ફોન કહે " પેલું ફોર્મ ભર". ફોન નચાવે એમ નાચવાનું, ઉઠાડે પણ એ જ , સુવાડે પણ એ જ, મિનિટે મિનિટે હસાવે સહેજ. હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું, કોઈ કોમેન્ટ કરે કે ન કર, એ સુધા ન સહન થવાનું. ભાવ બધા છે કેદ ફોનમાં, હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું. ફોન ચમત્કારથી ઓછો નથી, સાથ ,સંગાથ ,સલાહ ,સુચન હવે કોઈની જરૂર નથી. જીવન જીવવાની બધી માહિતી અહીં મળશે, અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે. નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું હેડફોન રહે જેમ હેડ પર. એમ આઈસ ની સામે રહે આઈફોન એલિયન કેટલા સ્માર્ટ, આ સવાલ આવે ફરીને, એલિયનની જેમ સ્માર્ટ બનાવે એલીયનેટ કરીને. પ...