મળવું અને છૂટાં પડવું. - Malvu ane chuta padvu.
મળવું અને છૂટાં પડવું. સાગર મારી પાસે આવીને આમ દૂર કેમ જતો રહે છે, શું એને મારો સંગાથ ગમતો નથી ? જે, જે તે આપે છે તે બધું હું સ્વીકારું છું , એને પ્રેમથી આવકારું છું. એ આમ મારી પાસે આવીને દુર કેમ જતો રહે છે? અંબર તરફ એને વધારે ખેંચાણ છે. અંબરની મોહકતા મારા કરતા વધારે છે એટલે ? પ્રભાતથી સંધ્યાકાળ લગી અંબરને છે સુર્યનો સાથ. રાત્રીમાં અંબરમાં ઝબુકતા તારલીયાઓ મને મારી વિવશતા પર હસતા લાગે છે. સાગર શાંત હોય અને ચંદ્રિકા એના પર પથરાય એ મોહક અને રમ્ય શાંતિમાં મને મારો જ વિલાપ સંભળાય છે. અંબરેથી નિરખતો શશી અને ઉગતો અને આથમતો રવિ મને મારામાં જ કાંઈ ખોટ છે એમ વર્તાવે છે. સાગર ને પામવા હું શું કરું ? હું ઊંડી ઉતરી જાઉં જેથી સાગર મારામાં સમાઈ...