પોસ્ટ્સ

કચોરી- Kachori

        દરેક દરિયાને જેમ કિનારો હોય જ એમ આખા ભારતમાં બજાર કે નાની ગલીઓમાં એક તો ફરસાણની દુકાન હોય જ . આ દુકાન જ ખાવાના રસિયાઓનો કિનારો. શિયાળાનું ઊંધીયું , ચોમાસાના ભજિયા કે રવિવારની  સવારના  જલેબી ગાંઠિયાના શોખને પુરી કરતી ફરસાણવાળાની દુકાનો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે.  વારે તહેવારે, જન્મદિવસ કે જમણવારમાં, પરિણામ જાહેર થવાના દિવસે કે રોજ સાંજની ભૂખ સંતોષવા માટે આપણે ત્યાં દોડી જઈએ છીએ .  કોઈએ નિરીક્ષણ કર્યું હોય કે નહિ,  પણ આવતા જતા એના  કાચના કબાટમાં પર્વતોની જેમ સજાવેલી સમોસાની હારમાળા કે બુંદીના લાડુનો મધપૂડો જેવા  પકવાન જોઈ જોઈને જ આપણે મોટા થયા . મહેમાન આવ્યા હોય તો તરત ફરસાણની દુકાને દોડી જવું , મહેમાનના બહાને ઘરના લોકોને પણ ઉજાણી થાય.  અમુકવાર તો પોતાના જ પરિસરમાં આવેલો  ફરસાણવાળો ચડીયાતો એવી દલીલો પણ થાય. સાવ સાધારણ જેવી લાગતી આ દુકાનોમાં જે વ્યાપારના સિદ્ધાંતો શીખવા  મળે એ શીખવા  તમારે હજારો લાખો રુપિયા ખરચવા પડે. કોઈ નક્કી સંખ્યાના ખરીદદાર નહી છતા રોજ રોજ નવું ઉત્પાદન , વેંચાણ અને વકરો. એક એક દુ...

ફોન - કવિતા , Phone-Kavita

હવે બધું  બહું જ અનુભવવાનું ,  હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો ,  શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના. આખી દુનિયા ફોનમાં આવે,  સાથે  સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.     એક ઘડી સેન્સેટિવ થવાનું,  બીજી  ઘડી   ફોન કહે " પેલું ફોર્મ ભર".  ફોન નચાવે એમ નાચવાનું,  ઉઠાડે પણ એ જ , સુવાડે પણ એ જ,  મિનિટે મિનિટે હસાવે સહેજ.  હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,  કોઈ કોમેન્ટ કરે કે ન કર,  એ સુધા ન સહન થવાનું. ભાવ બધા છે  કેદ  ફોનમાં,  હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.  ફોન ચમત્કારથી ઓછો નથી,  સાથ ,સંગાથ ,સલાહ ,સુચન  હવે કોઈની જરૂર નથી.  જીવન જીવવાની બધી માહિતી  અહીં મળશે,         અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે.  નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું   હેડફોન રહે જેમ હેડ પર.  એમ આઈસ ની સામે રહે આઈફોન  એલિયન કેટલા સ્માર્ટ,  આ સવાલ આવે ફરીને,  એલિયનની જેમ સ્માર્ટ બનાવે  એલીયનેટ કરીને.  પ...

મારો પરિચય

  આજે પહેલી વાર બલોગ લખવાની શરૂઆત કરું છું સાંભળીને વરસો જુની , એક ચોપડીમાં સમાયેલી કવિતાઓ હરખાઈ ગઈ . ઘણા લેખો તો ઉઘાડા પડવાની વાતથી મુંજાઈ ગયા. મારું નામ જાગૃતિ દોશી છે , હું  એક પત્ની , મા અને  શબદપ્રેમી છું   લગભગ ૧૯૯૦ ની સાલથી મને કવિતા , શાયરી , લેખ લખવાનો શોખ જન્મ્યો . મને પેંટીંગ , કુકીંગ અને B/W ફોટાનો પણ ઘણો શોખ છે. શરુવાતમાં  હિંદી , મરાઠી , ઈંગલીશ અને ગુજરાતીમાં લખતી. હવે ગુજરાતી અને ઈંગલીંશમાં જ લખવું છે.મે લેખનમાં કોઈ ખાસ તાલીમ નથી લીધી.  આ ગુજરાતી કી પેડ વાપરતા હજી શીખી રહી છું તો કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. કદાચ કોઈવાર શાયરી પણ share કરીશ.ઘણા બધા  વિચારો , અનુભવો અને અનુભાવો મગજથી પેનનો પ્રવાસ કરવા માટે આતુર છે  Nomad જેવું મારું મન જે બધે હોય પણ ક્યાંય પણ ન હોય , માત્ર બધા ભાવો અને અનુભવોને સાથે લઈને ચાલતું હોય. હું આભારી છું બધાં લેખક અને કવિઓની,  જેમની રચનાઓ મેં વાંચી અને માણી છે જેનાથી કાંઈક લખવાની ઇચ્છા મારામાં પણ સ્કૂલ સમયથી જાગી  છે. હવે આ શોખને હું વાચકો સુધી પહોંચાડવા માંગું છું , અહીં લઘુકથા , કવિતા કે લેખ અહીં ...